અંકલેશ્વર માં દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ છે એવું લાગી રહ્યું છે. રાજપીપળા ચોકડી પાસે આવેલ સતલાજ હોટલની સામે ના ભાગ થી લઈ ને નહેરની બાજુ મીઠા ફેક્ટરી ગડખોલ જવાના રસ્તા ની આજુબાજુમાં દેશી અને વિલાયતી શરાબનો ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
અંકલેશ્વરમાં આવેલી ઉકાઈ જમણા કાંઠાની નહેરની બાજુમાં રાજપીપલા ચોકડી પાસે થી લઈ ગુજરાત ગેસ કંપની બાજુમાં દેશી દારૂનો અડ્ડો, મીઠા ફેક્ટરી ની સામે દેશી દારૂનું ધૂમ વેચાણ. અને તેનાથી આગળ જતા સોસાયટીઓ પૂરી થતાં ખેતરની અંદર ગલ્લો નાખી વિદેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે જોકે ન્યુઝ આઈએ આ અગાઉ પણ આ અડ્ડા વિશે લખ્યું હતું. પરંતુ ત્યારબાદ આ અડ્ડાઓ ફરી પાછા જેમ છે તેમ ધમધમી રહ્યા છે. જોકે દારૂ પીનાર ની સંખ્યા અંકલેશ્વરમાં વધતી જતી હોય તો જ આટલા બધા અડ્ડાઓ ચાલી રહ્યા છે. કોના ઇશારે અને કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે?? તે તો તંત્ર જ જાણે . પરંતુ આવા આવા અડ્ડાઓ ચલાવનાર ઉપર ન્યુઝ આઈ હંમેશા જાગૃત કરી અને એ બતાવતું રહેશે.






