ભારતના વિભાજન દરમિયાન લાખો દેશવાસીઓએ સહન કરેલી અસહ્ય પીડા, આઘાત, વિસ્થાપન અને બલિદાનની સ્મૃતિને નમન કરવાના હેતુથી તા. ૧૪મી ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે.
આ પ્રસંગે, ભરૂચ સ્થિત જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના હોલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના વિભાજનની ઐતિહાસિક દર્દનાક ઘટનાઓ અને માનવ સંઘર્ષની ગાથાઓને તાદ્રશ્ય કરતું વિશેષ ડિજિટલ/ફોટો પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. ભારતના વિભાજનની ઐતિહાસિક ઘટનાઓ અને સંઘર્ષની ગાથાઓને વિભાજનની વિભીષિકા ઉજાગર કરતું પ્રેરણાદાયી ‘નુક્કડ નાટક’ પણ બપૌરે ૧૨: 00 કલાકે પ્રસ્તુત કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો અને પ્રબુદ્ધ જનોને દેશના ઇતિહાસની આ ઐતિહાસિક ઘટનામાંથી પ્રેરણા મેળવવા અને બલિદાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેકટર હાર્દિક અનુરોધ કર્યો છે.







