શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શાળામાં ડેન્ટલ ચેકઅપ કેમ્પ અને HPV પેપીલો વાયરસ રસીકરણ સેમિનાર યોજાયો,
શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને ડીવાઈન ડેન્ટલ કેરના સંયુક્ત ઉપક્રમે ડો. ગંગુબેન હડકર હાઈસ્કૂલ સહયોગથી શાળા સંકુલમા ડેન્ટલ ચેકઅપ કેમ્પ તથા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે અર્બન હેલ્થ સેન્ટર લાલબજારના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે ખાસ HPV રસીકરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો,
ડીવાઈન ડેન્ટલ કેરના ડો. દિવ્યાબેન ગાંધીએ વાલીઓને માર્ગદર્શન તેમજ શાળાના આશરે 200 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના દાંતનું નિઃશુલ્ક નિરીક્ષણ કરી તેમને મુખના સ્વાસ્થ્ય અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. કેમ્પમાં લાભ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક સાધનોની કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ દરમિયાન અર્બન હેલ્થ સેન્ટરના ડો. હેમાડ્રિ કંસારા અને ડો. ડિમ્પલબેને ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV પેપિલો વાયરસ રસીનું મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી પરશુરામ સંગઠનના સદસ્ય હરેશભાઇ પુરોહિત, રાજકુમાર દુબેજી તેમજ જનકભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર વતી કેમ્પસ ડિરેક્ટર બિપિનભાઈ જગડીશવાળા અને આચાર્ય મનહરભાઈ વાઘેલાએ મહેમાનોનું સ્વાગત કરી આ માનવસેવા લક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. સમગ્ર આયોજનના સફળ સંચાલનથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી.






