અંકલેશ્વર મામલતદાર કચેરી માં આવતા  મનુષ્ય ને શું પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી.??

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક નગરીમાં આવેલ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવતા વ્યક્તિઓને પીવાનું પાણી ઉપલબ્ધ નથી. એવું દેખાઈ રહ્યું છે મોટાભાગના કચેરીના દરેક સભ્યો પોતાનું પાણી લઈને આવે છે. અથવા બહારથી ફિલ્ટર પાણી લઈને આવે છે જ્યારે સામાન્ય પ્રજાજનો માટે અંકલેશ્વરના મામલતદાર કચેરી કોઈપણ સુવિધા ઉપલબ્ધ કરાવી નથી એવું દેખાઈ રહ્યું છે.. આવી કાળજાળ ગરમીમાં પણ મામલતદાર કચેરીમાં આવતા પ્રજાજનો તરસા અને બહારથી 10 20 રૂપિયાની બોટલો લઈને આવી રહ્યા છે.. જ્યારે સરકારી અધિકારીઓ પોતે જ બહારનું ફિલ્ટર પાણી પીતા હોય. અને પ્રજાજનોને તરસ્યા રાખતા હોય તો આવા અધિકારીઓ પાસે પ્રજાજનો કેટ કેટલી આશાઓ રાખશે?